top of page

Bhakti. Vani. Vidya.
ગુરુ–પુત્રની કથા યાત્રા
હું વક્તા નહિ, એક ભાગ્યશાળી પુત્ર છું —
જેમને પિતાશ્રી રૂપે ગુરુ મળ્યા:
શાસ્ત્રીજી ગુલાબભાઈ ભટ્ટ,
અને કરુણામય માતૃશ્રી જાગૃતિબેન.
જામજોધપુરની કથા દરમિયાન પિતાશ્રીએ કહ્યું —
“બેટા, આજે તારે વ્યાસપીઠ પર બેસવું છે.”
એ ક્ષણથી જીવનનો માર્ગ નક્કી થયો —
ભાગવતજીની સેવા, એ જ સાધના બની ગઈ.
૨૦૦૮થી આજદિન સુધી
દેશ–વિદેશમાં ૧૫૨થી
વધુ કથાઓ સફળતાપૂર્વક યોજાઈ છે.

શ્રીમદ્ ભાગવત કથા સેવા
વ્યાસપીઠ એ દેવત્વ છે — અહીંથી માત્ર શબ્દ નહિ, શ્રદ્ધા બોલે છે.
Samypras દ્વારા નીચેના કાર્યક્રમો યોજાય છે

શ્રીમદ્
ભાગવત સપ્તાહ
ભક્તિનો ઉત્સવ, આત્મશોધની યાત્રા. સાત દિવસમાં ભગવાન શ્રીકૃષ્ણની સંપૂર્ણ લીલાઓ, ભક્ત પ્રહલાદ, ધ્રુવ, અજામેળ, અને ગોપીઓની અમર કથાઓ.
શ્રીમદ્
રામાયણ કથા
આદર્શ જીવનનો માર્ગ. પ્રભુ શ્રી રામનાં ચારિત્ર્યમાંથી સત્ય, ધર્મ અને ત્યાગનાં પાઠ. આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ અને આદર્શ રાજાનું જીવન.
શ્રીમદ્ ભગવદ્ગીતા
જ્ઞાન યજ્ઞ
કર્મ, જ્ઞાન અને ધ્યાનનો સંતુલન. કુરુક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલું અમૃત જ્ઞાન — આધુનિક જીવનમાં કેવી રીતે લાગુ કરવું.
ઉદ્ધવ ગીતા અને
ભક્તિ ચરિત્ર
કરુણાભાવ અને તત્વજ્ઞાન. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ઉદ્ધવજીને આપેલું જ્ઞાન, ગોપીઓની નિર્મળ ભક્તિ અને વિરહનો અદ્ભુત સંદેશ.
bottom of page
.png)

.png)
.png)

.png)